દિલ્હી ચૂંટણી: દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસના રાજધાનીમાંથી સૂપડાં સાફ, જુઓ કઈ રીતે થયું પતન
દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020ના પરિણામો આજે જાહેર થઈ રહ્યાં છે. ટ્રેન્ડમાં કેજરીવાલના પક્ષ આમ આદમી પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળતી જોવા મળી રહી છે. હાલ આમ આદમી પાર્ટી 57 બેઠકો પર અને ભાજપ 13 બેઠકો પર આગળ છે. કોંગ્રેસના ફાળે આ વખતે પણ શૂન્ય જોવા મળી રહ્યું છે.
નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020ના પરિણામો આજે જાહેર થઈ રહ્યાં છે. ટ્રેન્ડમાં કેજરીવાલના પક્ષ આમ આદમી પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળતી જોવા મળી રહી છે. હાલ આમ આદમી પાર્ટી 57 બેઠકો પર અને ભાજપ 13 બેઠકો પર આગળ છે. કોંગ્રેસના ફાળે આ વખતે પણ શૂન્ય જોવા મળી રહ્યું છે. દેશની સૌથી જૂની પાર્ટી માટે આ ખુબ શરમજનક સ્થિતિ છે. એ પણ ત્યારે કે જ્યારે થોડા વર્ષો પહેલા શીલા દીક્ષિત જેવા દિગ્ગજ નેતાના નેતૃત્વમાં દિલ્હીમાં સતત 15 વર્ષ સુધી કોંગ્રેસનું શાસન રહ્યું હતું.
દિલ્હી ફતેહ કરતા જ AAP ગેલમાં, હવે કેન્દ્રમાં સત્તા પર નજર!, પોસ્ટરે આપ્યાં સંકેત
1998માં થયો શીલા યુગનો ઉદય
વર્ષ 1998ની ચૂંટણીમાં દિલ્હીમાં કોંગ્રેસનો ઉભાર હતો. આ ચૂંટણીમાં મોંઘવારી એક પ્રમુખ મુદ્દો હતો અને એવું કહેવાય છે કે ડુંગળીના ભાવોએ ભાજપની સરકાર પાડી હતી. ત્યારે કેન્દ્રમાં અટલ બિહારી વાજપેયીની સરકાર હતી. શીલા દિક્ષિતના ઉદયની શરૂઆત પણ અહીંથી જ થઈ. પહેલીવાર તેઓ મુખ્યમંત્રી બન્યાં. 70 સભ્યોવાળી વિધાનસભામાં કોંગ્રેસને 52 બેઠકો મળી હતી જ્યારે સુષમા સ્વરાજના નેતૃત્વવાળા ભાજપને ફાળે માત્ર 15 બેઠકો ગઈ હતી.
'શાહીન બાગ'વાળી ઓખલા સીટ BJP તરફ જતા AAP નેતા કાળઝાળ, કહ્યું-હું 65546 મતોથી આગળ
2003માં ફરી કોંગ્રેસ
વર્ષ 2003માં પણ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને જબરદસ્ત જીત મળી હતી. કોંગ્રેસને 47 બેઠકો મળી હતી. એકવાર ફરીથી શીલા દીક્ષિતના નેતૃત્વમાં સરકાર બની હતી. ડિસેમ્બર 2003માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 48.13 ટકા મતો મેળવ્યાં હતાં. બીજા સ્થાને રહેલા ભાજપને 20 બેઠકો મળી હતી.
Delhi Election Results: ચૂંટણીના પરિણામો વચ્ચે BJPની ઓફિસ બહાર લાગેલા પોસ્ટરથી ખળભળાટ
2008માં હેટ્રિક
વર્ષ 2008માં ચૂંટણીમાં શીલા દીક્ષિતના નેતૃત્વમાં સતત ત્રીજીવાર જીત સાથે કોંગ્રેસે સરકાર બનાવી હતી. કોંગ્રેસને કુલ 43 બેઠકો મળી હતી.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube